પોલીસ ભરતી માટે નવા નિયમો આવશે, હાઈલેવલ કમિટી રચાશે 2023/24

 

પોલીસ ભરતી માટે નવા નિયમો આવશે, હાઈલેવલ કમિટી રચાશે

ગુજરાત પોલીસ : ગુજરાત પોલીસ તંત્રમાં લોક રક્ષક દળથી લઈને નાયબ પોલીસ અધિક્ષક સહિતની તમામ કેડરોની ભરતી માટે શૈક્ષણિક અને શારિરીક લાયકાતોના નિયમોમાં ફેરફાર આવશે.

પોલીસ ભરતી માટે નવા નિયમો: પોલીસમાં સાઈબર ક્રાઈમ, આંતકાવાદ વિરોધી દળથી લઈને કાયદો અને વ્યવસ્થાના અમલ માટે વિવિધ સ્તરે અનિવાર્યતા મુજબ બળને વર્ગીકૃત કરવાના ઉદ્દેશ્યથી ટેકનિકલ અને સામાન્ય લાયકાત, અનુભવને આધારે કેડરોનું ગઠન કરવાનું આયોજન થયુ રહ્યુ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગામી ૧૦ વર્ષને ધ્યાને રાખીને નવા નિયમો અર્થાત રિક્રુટમેન્ટ રૂલ્સ- RR ઘડવા માટે હાઈલેવલ કમિટી રચવાનો નિર્ણય કર્યાનું જાહેર કર્યુ હતુ.

જેના આધારે આગામી સમયમાં પોલીસ તંત્રમાં મોટાપાયે ભરતીઓ થશે.